News of Thursday, 7th May 2026
જયેશ દવેનો આજે જન્મદિવસ
વોર્ડ નં. ૧૫ના ભાજપના પ્રભારી

રાજકોટ : બ્રહ્મસમાજના અગ્રણી તેમજ તાજેતરમાં જ યોજાયેલ મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૧૫ની ચુંટણીમાં સફળ કામગીરી કરી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી પ્રથમ વખત એક સીટ કબજે કરેલ હતી તેમાં પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી નિભાવેલ હતી. તેમજ એસ.ટી. ન્યુઝ પેપર પાર્સલના કો.ઓર્ડિનેટર અને કોન્ટ્રાકટર જયેશભાઇ દવેનો આજે તા. ૭ મેના રોજ જન્મદિવસ છે. શહેર ભાજપમાં છેલ્લા ૩૨ વર્ષથી તેઓ યોગદાન આપી રહ્યા છે. પારકી છઠ્ઠીના જાગતલ અને અડધી રાતે હોંકારા સમાન જયેશભાઈ દવે સૌમાં જાણીતા અને સૌમાં માનીતા છે. તેમજ સૌના સાથ સૌના વિકાસ કરવા માટે સક્રિય છે. લોક સેવાની વાત હોય તો તેઓ કયારેય રાત દિવસ જોતા નથી. અગાઉ તેઓ ૩ ટર્મ સુધી વોર્ડ નં. ૧૬ના વોર્ડ પ્રમુખ રહી ચુકયા છે. તેમજ ૧ ટર્મ મહામંત્રી રહી ચુકેલ છે. તથા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી સભ્ય રહી ચૂકયા છે. એસ.ટી. નિગમ સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી ચૂકયા છે. આ ઉપરાંત હાલમાં મેહુલનગર યુવા ગ્રુપ પ્રમુખ, રામેશ્વર મહાદેવ મંદિર, કોઠારીયા રોડના ટ્રસ્ટી તેમજ શીવમ એડ અને ડી.કે. એન્ટર-ાઇઝના માલિક તરીકે કામગીરી બજાવી રહ્યા છે. જયેશભાઈ દવેને આજે જન્મદિવસ નિમિતે બહોળા મિત્ર મંડળ તથા કુટુંબીજનો તરફથી તેમના મો. નં. ૯૮૨૫૨ ૦૯૯૫૪ પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
