News of Saturday, 9th May 2026
કાલે નિવૃત સનદી અધિકારી જે.જી. હીંગરાજીયાનો જન્મદિન
નિવૃતિ બાદ રાજકોટમાં સ્થાયી જીવન

રાજકોટઃ મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકના વતની અને ર૦૦૦ ની બેચના આઇ.એ.એસ. કેડરની નિવૃત અધિકારી શ્રી જે.જી હીંગરાજીયાનો જન્મ તા.૧૦ મે ૧૯પ૪ ના દિવસે થયેલ કાલે ૭૩ મા વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં નિવાસી નાયબ કલેકટર, પાટણ અને બનાસકાંઠામાં જિલ્લા કલેકટર, પાટણ અને બનાસકાઠામાં જિલ્લા કલેકટર, ગાંધીનગરમાં મ્યુનિસીપલ કમિશનર વિગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે સરકારે નિવૃતિ પછી તેમને ઇન્ડેક્ષ બી-માં ઓ.એસ.ડી અને લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં એમ ડી તરીકે નિમણુંક આપતા ત્યાં પણ સેવા આપી હતી હાલ નિવૃત જીવન પસાર કરી રહયા છે. મો. ૯૮૨૫૨ ૧૪૮૮૨ રાજકોટ
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
