News of Saturday, 9th May 2026
અભિનેતા મનિષ પારેખનો કાલે જન્મદિવસઃ પ૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ છેલ્લા ૩૭ વર્ષથી મુંબઈ રાજકોટ અને વડોદરાની રંગભૂમિ પર સક્રિય અને અનેક નાટકો,હિન્દી ગુજરાતી ટેલિવિઝન સિરિયલ અને ફિલ્મોના અભિનેતા મનીષ પારેખનો કાલે જન્મદિવસ છે. તેઓ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, કોરિયોગ્રાફર,મીડિયા કન્સલ્ટન્ટ, રેડએફએમના ભૂતપૂર્વ રેડિયો જોકી, કોલમિસ્ટ, નેમ આર્ટ્સ સંસ્થાના સ્થાપક અને સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંત મંત્રી છે. રામકળષ્ણ આશ્રમ, ઇંગલિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ઈન્ટેક, જૈન વિઝન અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અરાઈઝ, અવેઈક, લાઈફ ઈઝ બ્યુટીફૂલ, હાજરાહજૂર, બોમ્બ બ્લાસ્ટ, ઢેન્ટેણન, ફની મની જેવા અનેક નાટકનું દિગ્દર્શન કર્યું છે. મનીષભાઈ જીવનના પ૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા તેમના મો. ૯૯૭૪૦ ૯૦૭૦૯ પર શુભેચ્છાઓ વરસી રહી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
