<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

હરિ ઇન્‍ડસ્‍ટ્રીઝવાળા ઉદ્યોગપતિ નિલેશ મશરૂનો જન્‍મદિન

રાણપર નડાળા જન્‍મભૂમિ, રાજકોટ કર્મભૂમિ

 રાજકોટ :.. મેટોડાની શ્રી હરી (ઈન્‍ડીયા) ઈન્‍ડસ્‍ટ્રીઝવાળા જાણીતા રઘુવંશી ઉદ્યોગપતિ નિલેશ કિશોરચંદ્ર મશરૂ માટે આજે અન્‍ય દિવસોથી અનોખો યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ ૧૯૭૩ ના વર્ષની ૧૧ મે એ થયેલ. આજે જાજરમાન જીવનના ૫૪માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના રાણપર (નડાળા) ગામના વતની છે.

શ્રી નિલેશ મશરૂ ‘રીયલ' નામથી મંડપ સર્વિસ, સોફા અને પ્રસંગોના સુશોભનને લગતી વસ્‍તુઓના ઉત્‍પાદન ક્ષેત્રે નામના ધરાવે છે. તેઓ કિચનવેર્સની આઈટમોના પણ અનુભવી છે. રૈયા ચોકડી પાસેના ચંદન પાર્કમાં આવેલ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. શાનદાર જીવન અને દમામદાર વિચારો તેમની આગવી ઓળખ છે. તેમને અતરની ઈચ્‍છા નથી ખુદ ખુશ્‍બુ છે. ખુબજ ઉમદા વ્‍યકિતત્‍વ ધરાવે છે. તેઓ બહારના દિવાથી નહિં પણ ભીતરથી ઝળહળતા વ્‍યકિત છે. તેમના બન્ને સુપુત્રો ચિ. માધવ તથા ચિ. ફેનીલ પણ પિતાજીના પગલે ઝળહળતી શૈક્ષણિક કારકિર્દિના માર્ગે આગળ વધી રહયા છે. બીજાને જરૂર પડે ત્‍યારે એના સાદને ઉમળકાથી પ્રતિસાદ આપનારા તથા ખંત, ખુમારી અને ખેલદિલીના ખજાના જેવા નિલેશ કિશોરચંદ્ર મશરૂ જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઈ રહયા છે.

આજે જન્‍મદિને તેઓને પિતા કિશોરચંદ્ર, પત્‍નીરીનાબેન, પુત્રો ચિ. માધવ તથા ચિ. ફેનીલ તથા ભાઈ જયેશભાઈ તથા નયનાબેન મશરૂ, ચિ. દેવ તથા ચિ. ધ્રુવીશાએ અનેક શુભેચ્‍છાઓ પાઠવી મો મીઠુ કરાવેલ છે.

(11:43 AM IST)