તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 11th May 2026
પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણભાઇ ખોરાવાનો જન્મ દિન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧: પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર ના પ્રમુખશ્રી,પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી સેવાભાવી પ્રવિણભાઈ ખોરાવા આજે તા. ૧૧ ના રોજ પોતાના જીવનના સફળ ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
જરૂરિયાતમંદોને મદદ કરવાની વળત્તિને કારણે લોકો તેમને ‘લોકોના ભામાશા' તરીકે પણ ઓળખે છે. શૈક્ષણિક ક્ષેત્રે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી હોય કે મેડિકલ ક્ષેત્રે દર્દીઓને સારવાર માટે સહયોગ આપવાનો હોય, પ્રવિણભાઈ હંમેશા અગ્રેસર રહ્યા છે. સમાજના કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર તેઓ રાત-દિવસ લોકોની સેવામાં કાર્યરત રહે છે.
તેમના જન્મદિવસ પ્રસંગે વિવિધ સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમના દીર્ઘાયુ અને તેઓ જનસેવાનું કાર્ય સતત કરતા રહે તેવી પ્રાર્થના સાથે ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
