<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયનાં ટ્રસ્‍ટી વિરેન્‍દ્ર સંઘવીનો જન્‍મદિવસ

રાજકોટ : રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયનાં ટ્રસ્‍ટી તથા જીવદયા કાર્યકર વિરેન્‍દ્રભાઈ સંઘવીનો આજે જન્‍મદિવસ છે.  તેઓ આરૂણી હોસ્‍પીટલમાં રેડીયો થેરાપીસ્‍ટ તરીકે ફરજ બજાવે છે.  આ અગાઉ અલગ અલગ કેન્‍સર હોસ્‍પીટલમાં રેડીયેશન ટ્રીટમેન્‍ટ નો ર૯ વર્ષનો અનુભવ ધરાવે છે. જૈન એલર્ટ ગ્રુપ ઈન્‍ડીયા ભારતભરમાં સ્‍થાપક સભ્‍ય તરીકે છે.

પ્રકૃતિપ્રેમી હોઈ નેચર કલબ  તથા ટ્રેકીંગ કેમ્‍પ ના આયોજનો કરતા રહે છે.  સંધના સ્‍વયંસેવક તથા અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કોલેજકાળમાં પ્રાંત કારોબારી સભ્‍ય સુધીની જવાબદારી પણ નિભાવેલ છે.  વિરાણી સ્‍કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે બીજેપી વોર્ડ નંબર ૨ના કાર્યકર્તા છે. મહારાજ સાહેબ તથા મહાસતીજીઓની વૈયાવચ્‍ચમાં અગ્રેસર રહે છે. 

તેઓ જીવદયાગ્રુપ, શ્રી જનસેવા ટ્રસ્‍ટ, પાંજરાપોળ, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત રર વ્‍હાલુડીનાં વિવાહ, વડીલ વંદના સેવા કાર્યક્રમ, જીવન સાથી પસંદગી અવસરમાં સેવા આપેલ છે. મો. ૯૪૦૯૦ ૧૮પ૭૦.

 

(3:39 PM IST)