News of Wednesday, 13th May 2026
મારા જન્મદિને શુભેચ્છા આપવાના બદલે સેૈનિકોને સલામી આપો અને બંગાળના ભવ્ય વિજયને વધાવો
શુભેચ્છકોને પૂર્વ મંત્રી વિભાવરીબેનની વિશીષ્ટ અપીલ

રાજકોટ તા.૧૩: ભાવનગરના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને રાજયના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પોતાના જન્મદિન ૯ મેના પૂર્વ દિને ફેસબુક પર અનોખી નોંધ મુકી પોતાને જન્મદિનની શુભેચ્છા આપવાના બદલે દેશના સૈનિકોને સલામ કરવા તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળેલા ઐતિહાસિક વિજયને વધાવવા કાર્યકરો, શુભેચ્છકોને અપીલ કરી છે.વિભાવરીબેન દવેએ જણાવેલ કે મને જન્મદિનની શુભેચ્છાઓ આપવા સોૈ શુભેચ્છકો કાર્યકર્તાઓ, ઉત્સુક હશો પણ...પણ.. મને શુભેચ્છાનો આનંદ મળશે જો ‘ઓપરેશન સિંદુર'ની પહેલી વર્ષ ગાંઠ (૭ થી૯ મે ૨૦૨૫) જેમાં આપણા જવાનોએ દુશ્મનોને જડબાતોડ જવાબ આપનાર સૈનિકોને સલામી આપી તેમને પ્રોત્સાહિત કરશો તો મને શુભેચ્છા મળવા બરાબર છે. બીજુ આજ ૯ મે ૨૦૨૬ આઝાદી પછી પ્રથમ વખત પヘમિ બંગાળમાં રાષ્ટ્રવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સરકાર બનાવનો દિવસ છે તેનું આ તકે ગોૈરવ અનુભવુ છું. હું ફેસબુક વોટસઅપના સોશ્યલ મિડીયા તમામ મિત્ર કાર્યકરો શુભેચ્છકોને આ પોસ્ટથી આગોતરો આભાર વ્યકત કરૂ છું, અને મને વ્યકિતગત શુભેચ્છા પાઠવવાની પ્રક્રિયામાંથી આપ સર્વોને મુકત કરૂ છુ. પ્રધાનમંત્રી પ્રધાનસેવક આદરણીય નરેન્દ્રભાઇ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માના શુભેચ્છા સંદેશો મળ્યા છે જેમાં પાર્ટીના તમામ અને દેશ-દુનિયાના લોકોની શુભેચ્છા આવી ગઇ ગણાય બરાબર ને?.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
