<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાનો આજે જન્‍મદિવસ છે. તેઓએ  અલમિન ચેરીટેબલ એન્‍ડ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા ૧૧ વખત સમુહ લગ્નોત્‍સવ યોજી જેમાં  ૨૭૦ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા.નોટબુક ચોપડા વિતરણ મિઠાઈ વિતરણ પતંગ મહોત્‍સવ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકો માટે રસોડું ચાલુ કરીને જમવાની વ્‍યવસ્‍થા કરી વળધ્‍ધો માટે ટિફિન સેવા ૯ વર્ષ સુધી એમ્‍બ્‍યુલન્‍સ સેવા જેવી  સામાજિક પ્રવળત્તિઓ કરેલ, રાજકીય કારકિર્દી મા ૧૯૮૯ માં પ્રથમ વખત બોટાદ તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ થઈ પ્રથમવાર નિમણૂક થયેલ ત્‍યારબાદ યુથ કોંગ્રેસ મહામંત્રી ઉપપ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મહામંત્રી રાજકોટ શહેર અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્‍ટ ચેરમેન પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કમિટી મેમ્‍બર જુદા જુદા જિલ્લા તાલુકાઓમાં નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળી હતી. ઓલ ઇન્‍ડિયા હેન્‍ડલુમ બોર્ડના ડાયરેક્‍ટર તરીક શંકરસિંહજી વાઘેલા તેમજ વડાપ્રધાન  મનમોહનસિંહની સરકારમાં  જવાબદારી નીભાવી ચુકયા છે.ડો આંબેડકર ટ્રસ્‍ટ ગંજીવાડા માનવસેવા ચેરીટેબલ એન્‍ડ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ તેમજ માનવ સેવા ચેરીટેબલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ શ્રી હંસ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે તેમજ સંચાલક તરીકે અને સંસ્‍થાના સ્‍થાપક તરીકે ની સેવા બજાવી રહ્યા છે, વશરામભાઈ સાગઠીયાને જન્‍મ દિવસ નિમિત્તે મેઘવાળ સમાજ તેમજ વોર્ડ નં ૧૫ ના કાર્યકરો તેમજ શુભેચ્‍છકો તેમના મો. નં. ૯૮૨૫૧ ૬૫૧૯૧ ઉપર અભિનંદનવર્ષા વરસાવી રહયા છે

(11:42 AM IST)