<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

શુભત્‍વથી શોભતા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલને જન્‍મદિન મુબારક

રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિક્ષિત પટેલ માટે આજે યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ તા. ૧પ મે ૧૯૭૭ ના દિવસે થયેલ. આજે ચમકતા- દમકતા જીવનના પ૦માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મૂળ મહેસાણા પંથકના વતની છે. ભૂતકાળમાં અમદાવાદમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષણાધિકારી કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્‍યા છે. હાલ લાંબા સમયથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા છે. પરિણામલક્ષી કામગીરી માટે જાણીતા અધિકારી છે. મો. ૯૯૦૯૯ ૭૧૬૯૪ રાજકોટ.

(12:00 PM IST)