<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

સિમ્‍પલ એડ.ના ભરત જોષીનો આજે જન્‍મદિવસ : અભિનંદનવર્ષા

 

રાજકોટ : સિમ્‍પલ એડ. એજન્‍સીના અને શહેરના જાણીતા મીડિયા નિષ્‍ણાંત શ્રી ભરતભાઇ જોશીનો આજે તા.૨૦-૦૫-૨૦૨૬ ના રોજ જન્‍મદિવસ છે. આજે તેઓ જીંદગીની રોમાંચક સફરના ચોપનમાં વરસમાં -વેશ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી તેઓ પત્રકારત્‍વ અને વિજ્ઞાપન ક્ષેત્રમાં સક્રિય છે. પોતાના કોર્પોરેટ ચાહક મિત્રોનું એક વિશાળ વર્તુળ તેઓ ધરાવે છે. એ જ રીતે વિવિધ મીડિયામાં તેમના મિત્રો અને ચાહકોનું પણ વિશાળ વળંદ છે. જાહેર ખબરની દુનીયામાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં તેવો એક પૂછવા ઠેકાણું છે. મીડિયા પ્‍લાનિંગમાં તેમની સાથે કોઇ સ્‍પર્ધા કરી શકે નહી. એ જ રીતે સર્વ દૈનિકપત્રોના તંત્રીશ્રીઓ અને પત્રકારો સાથે તેમના અંતરંગ સબંધો છે. પોતે ખૂબ જ વ્‍યવહારદક્ષ સજજન -તિભા ધરાવે છે અને સંબંધો સારી રીતે નિભાવી જાણે છે. તેમની ઓફિસ મીડિયા હાઉસ તરીકે જ જાણીતી છે.બધા ન્‍યુઝપેપરના માર્કેટિંગ એકઝીકયુટીવ ગમે ત્‍યારે ત્‍યાં મળી જાય છે. કોઈ વર્ષે એમની એજન્‍સી કરોડોનું ટર્નઓવર કરે તો પણ ભરતભાઈના ચહેરા પર કોઈ વધારાની ચમક તેઓ દેખાવા દેતા નથી. તેમનું વ્‍યકિતત્‍વ પૂર્ણતઃ નિરાભિમાની છે અને વધુમાં વધુ સાદગીના તેઓ પુરસ્‍કર્તા છે.

ઉપરાંત તેઓ વિવિધ સામાજિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેઓનું સવિશેષ -દાન છે. માધવ શરાફી મંડળીના સ્‍થાપક ડાયરેકટર, રાજગોર શરાફી મંડળીના મેનેજીંગ ડાયરેકટર, રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્‍યલ ગ્રુપના ચેરમેન વગેરે અનેક સામાજિક સેવાભાવી સંસ્‍થાઓમાં પણ તેઓ કોઈ ને કોઈ પદ શોભાવીને સક્રિય રહેલા છે. જાહેરખબરમાં ડિઝાઇન અને કોપી રાઇટિંગમાં તેમણે સિમ્‍પલની આગવી મુદ્રા નીપજાવી છે. સમાજના વિવિધ અનેક લોકોને તેમની શૈક્ષણિક કારકિર્દીમાં ભરતભાઈની ઉદાર સખાવતનો લાભ મળેલો છે. તેઓ ડાબે હાથે આપે તો જમણા હાથને ખબર ન પડે એ -કળતિના છે. છેલ્લા ૩૩ વર્ષથી સિમ્‍પલ એડ. એજન્‍સીનું સંચાલન ભરતભાઈ જોશી અને રાજુભાઈ જુંજા બંને મિત્રો કરી રહ્યા છે. તેઓ બંને પાર્ટનર છે અને ઘણા લાંબા સમયથી આ મિત્રોની જુગલજોડી ખાસ કરીને મીડિયાના ક્ષેત્રમાં દ્રષ્ટાંતરૂપ બનેલી છે. આવી મિત્રતા અને આવું બંધુત્‍વ કોર્પોરેટ ક્ષેત્રમાં કવચિત જ જોવા મળે છે. ભરતભાઇમાં સ્‍વભાવની એક બીજી વિશેષતા તે એમનામાં રહેલી સ્‍થાયી ભાવની ગંભીરતા છે. એને કારણે તેઓ બહુ જ ઓછું બોલે છે. પરંતુ મિત્રોની મહેફિલને હિલ્લોળે ચડાવવી એ તેમના માટે રમત વાત છે અને તેમના શોખનો વિષય છે. તેમને જન્‍મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન. તેઓના ફોન નંબર ૯૮રપર ૮૬૫૬૦ છે

 સિમ્‍પલ એડ. રાજકોટ.

(11:03 AM IST)