<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

સુરેન્‍દ્રનગરના પત્રકાર જીતેન્‍દ્રભાઈ ગજ્જરનો આજે જન્‍મદિવસ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: સુરેન્‍દ્રનગર શહેરના પીઢ પત્રકાર ઇલેક્‍ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્‍ટ મીડિયામાં કામગીરી કરી અને પોતાની એક આગવી ઓળખ ઉભી કરનારા એવા જીતેન્‍દ્રભાઈ ગજ્જરનો આજે જન્‍મદિવસ અવસર છે. તેમના જીવનકાળના ૬૯ વર્ષ પૂર્ણ કરી અને આજે ૭૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે તેમને વહેલી સવારથી જ રાજકીય આગેવાનો વેપારી મિત્રો પત્રકાર મિત્રો સગાસ્‍નેહી સંબંધીઓ દ્વારા તેમને જન્‍મદિવસ અવસરની શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે ત્‍યારે તેમના પરિવારજનોમાં પત્‍ની ગાર્ગીબેન ગજ્જર તેમજ પુત્ર ભાર્ગવ પુત્રવધુ સ્‍નેહા તેમ જ પુત્ર હેમલ પુત્રવધુ નિકિતા પૌત્રી દર્શી અને ધ્‍યાના સહિતના પરિવારજનોએ તેમને તેમના જન્‍મદિવસ અવસરે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમનું આરોગ્‍ય સ્‍વાસ્‍થ્‍ય અને નિરોગી રહે તેવી પ્રાર્થના કરી અને તેમને આજે જન્‍મદિવસ અવસરની શુભકામનાઓ પાઠવી હતી.

ત્‍યારે આજે જીતેન્‍દ્રભાઈ ગજ્જરના જન્‍મદિવસ અવસરે ફારૂકભાઈ ચૌહાણ અને ફજલભાઈ ચૌહાણ દ્વારા પણ તેમને તેમના જન્‍મદિવસ અવસરની શુભકામનાઓ પાઠવવામાં આવે છે

(11:25 AM IST)