હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી અને બિહાર સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૦: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામના વતની, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને હાલ બિહાર ભાજપના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાનો આજે જન્મદિવસ છે. આ વિશેષ અવસરે વતન લખતર, સમગ્ર જામનગર જિલ્લા તેમજ ગુજરાત અને બિહારના રાજકીય ક્ષેત્રમાંથી સવારથી જ તેમના પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે.
શ્રી ભીખુભાઈ દલસાણીયાએ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે વર્ષો સુધી ખૂબ જ પ્રશંસનીય અને સફળ કામગીરી કરી છે. ગુજરાતમાં ભાજપના સંગઠનને પાયાના સ્તરે મજબૂત બનાવવામાં અને પક્ષને અનેક ચૂંટણીઓમાં ઐતિહાસિક જીત અપાવવામાં તેમની કુશળ વ્યૂહરચના અને મહેનતનો મોટો ફાળો રહ્યો છે. તેમની આ જ સંગઠન શક્તિને ધ્યાને રાખીને પક્ષ દ્વારા તેમને બિહાર જેવા મોટા રાજ્યના સંગઠન મહામંત્રી તરીકેની મહત્વની રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે, જે તેઓ હાલ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.
જોડિયા તાલુકાના એક નાના એવા લખતર ગામમાંથી આવીને રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ભીખુભાઈ દલસાણીયા આજે પણ પોતાના સરળ, મળતાવડા અને કર્મઠ સ્વભાવ માટે લોકપ્રિય છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે ભાજપના વરિષ્ઠ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ તોહીજનો સોશિયલ મીડિયા અને ફોન માધ્યમથી તેમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલકામનાઓ પાઠવી રહ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
