News of Thursday, 21st May 2026
ગોંડલના યુવા ઉદ્યોગપતિ કાગવડ ખોડલધામના ટ્રસ્ટી મેહુલભાઈ ખાખરીયાનો જન્મદિવસ

ગોંડલ,તા.૨૧: સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારી સેવા કરી રહેલ અને કાગવડ ખોડલધામના ટ્રસ્ટી મેહુલભાઈ ખાખરીયા નો આજે જન્મદિવસ છે તા. ૨૧.૦૫.૧૯૮૩ ના રોજ જન્મેલા મેહુલભાઈએ ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યા છે.
યુવાનોને પ્રેરણારૂપ એવું વ્યસન મુક્ત જીવન જીવતા મેહુલભાઈ શાંત, સરળ અને સહજ સ્વભાવ ધરાવતા મેહુલભાઈ ની સેવાકીય પ્રવૃત્તિ અનેરી છે ગરીબ અને જરૂરિયાત મંદો ની સેવા માં તેઓ ની સેવા ની પહેલ હરહંમેશ અગ્રેસર રહી છે.
ધંધાકીય ક્ષેત્રે પણ મેહુલભાઈ એ હરણફાળ સફળતા પ્રાપ્ત કરી છે.. સેવાકીય પ્રવૃત્તિ ની સાથે સાથે અગ્રણી બિલ્ડર તરીકે સગુન ગ્રુપ માં સફળતાઓ નો તેઓ નો સિહ ફાળો રહ્યો છે. વર્ષ દરમ્યાન જરૂરિયાત મંદ દીકરીઓ ના સમૂહ લગ્નમાં પણ અનેરું યોગદાન રહ્યું છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
