<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ઉદ્યોગપતિ અને એમ.એસ.ગ્રુપના ચેરમેન મનસુખભાઇ ધંધુકિયાનો જન્‍મદિન

રાજકોટઃ ઉદ્યોગપતિ સેવાભાવી અને એમ.એસ.ગ્રુપના ચેરમેન શ્રી મનસુખભાઇ ધંધુકિયા આજે જીવનનાં ૬પમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓનો સાદગીભર્યા સ્‍વભાવથી સમાજમાં આગવું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. ઉદ્યોગક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરવા તેઓ સરગમ કલબ, રામનાથપરા મુકતધામ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સહિત અનેક સામાજિક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે, રાજકીય ક્ષેત્રે પણ શ્રી મનસુખભાઇ ધંધુકિયાએ રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સફળ નેતૃત્‍વ આપી સંગઠનને મજબૂત બનાવવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓએ પોતાના જીવન દ્વારા ‘ સમાજસેવા એ જ સાચી સેવા' નો સંદેશ સમાજને આપ્‍યો છે, તેઓના જન્‍મદિને તેમના મો. ૯૮૨૪૨ ૧૨૦૦૫ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:32 AM IST)