News of Tuesday, 26th May 2026
વોર્ડ નં. ૧૧ ભાજપના પ્રભારી રજનીભાઈ ગોલનો જન્મદિન
એડ. એજન્સી ભવ્ય કોમ્યુનીકેશનના સંચાલક

રાજકોટ : ખ્યાતનામ એડ. એજન્સી ભવ્ય કોમ્યુનીકેશનના સંચાલક અને વોર્ડ નં. ૧૧ ભાજપના પ્રભારી રજનીભાઈ ગોલનો આજે જન્મદિન છે. તેઓ યશસ્વી જીવનના ૪૮ વર્ષ પુર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. દેરડી (કુંભાજી)ના વતની રજનીભાઈ ગોલ ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્ય તેમજ મીડીયા કો-ઓર્ડીનેટર, કડવા પાટીદાર પરિવારનું મુખપત્ર ‘ઉમિયા પરિવાર' ના સંપાદક, કલબ યુવીના ઓર્ગેનાઇઝર, કેપીએસ કલબ અને કવોલીટી સર્કલ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓમાં પ્રત્યેક્ષ-પરોક્ષ રીતે સેવાકાર્ય સાથે તેના પ્રચાર-પ્રસાર માટે નિરંતર સેવા આપી રહયા છે. તેઓ વોર્ડ નં.૧૦ માં ભાજપ વોર્ડ પ્રમુખ તરીકે સતત અને સળંગ ત્રણ ટર્મ સેવા આપી નોંધપાત્ર કામગીરી કરી છે. તાજેતરમાં યોજાયેલ રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં વોર્ડ નં. ૧૧ ના પ્રભારી તરીકે રજનીભાઈ ગોલે કાર્યકર્તા સાથે ખભે ખભો મિલાવીને સમગ્ર પેનલને જંગી બહુમતી થી વિજયી બનાવી અગ્રેસર અને અસરકારક ભૂમિકા નિભાવી છે. સુપ્રસીધ્ધ અખબારમાં પત્રકાર તરીકે ૧૨ વર્ષ નોંધપાત્ર યોગદાન આપ્યુ છે. અને તેઓ છેલ્લા ૨૦ વર્ષ થી ‘ભવ્ય કોમ્યુનીકેશન' ના નામથી એડ એજન્સી દ્રારા વિજ્ઞાપન ક્ષેત્રે નવો દ્રષ્ટિીકોણ આપી શબ્દોની-સૂઝની તાકાત દ્રારા અનેક વિજ્ઞાપનકારોને વ્યવસાયીક ક્ષેત્રે સફળતા અપાવવામાં સહભાગી બન્યા છે. રજનીભાઈ ગોલ (મો. ૯૩૭૪૯ ૧૦૧૨૧) પર જન્મદિન પ્રસંગે ચોમેરથી અભિનંદનો વરસી રહ્યા છે.(
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
