News of Tuesday, 26th May 2026
નાણા વિભાગના સંયુકત સચિવ અરવિંદ વી.નો જન્મદિન

રાજકોટઃ રાજયમાં નાણા વિભાગમાં નાયબ સચિવ (બજેટ) તરીકે ફરજ બજાવતા શ્રી અરવિંદ વી.નો જન્મ તા.૨૬ મે ૧૯૮૫ના દિવસે થયેલ આજે ૪૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અગાઉ તેઓ ગુજરાત ઇન્ફોમૈટિકસ લિ.ના મેનેજીંગ ડીરેકટર તરીકે કાર્યરત હતા.
અરવિંદ વી. મુળ કેરળના વતની અને ૨૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તાપીના વ્યારામાં મદદનિશ કલેકટર, ભરૂચ અને મહિસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, પાટણમાં કલેકટર, વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૪૦ મો. ૯૯૭૮૪ ૦૯૫૩૫ ગાંધીનગર
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
