<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રાજકોટ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ સીમાબેન જોશીનો જન્‍મદિવસ

રાજકોટ : રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, શૈક્ષણિક પ્રણેતા શ્રીમતી સીમાબેન  જોશીના આજે જન્‍મદિવસ છે.  તેઓ છેલ્લા અઢી દાયકા કરતાં પણ વધુ સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. વર્ષ ૧૯૯૭માં ભાજપના એક સામાન્‍ય કાર્યકર્તા તરીકે અમદાવાદના નવા નરોડા વિસ્‍તારથી પોતાની રાજકીય સફર શરૂ કરી વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૩ દરમિયાન કોટડા સાંગાણીમાં મહિલા મોરચાના ઉપપ્રમુખ, ૨૦૦૩ થી ૨૦૦૬ સુધી રાજકોટ કિસાન મોરચાના કોષાધ્‍યક્ષ તેમજ ભાજપના કોષાધ્‍યક્ષ તરીકે કાર્યરત રહ્યા હતા.

ત્‍યારબાદ તેમને ૨૦૦૯ થી ૨૦૧૨ દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના કોષાધ્‍યક્ષ, ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી જિલ્લા ભાજપ સેક્રેટરી અને વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જેવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦માં તેમણે રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના કાર્યકર અને પ્રમુખ મહિલા પ્રતિનિધિ તરીકે તેઓ સક્રિય છે. શ્રી જ્ઞાનજ્‍યોત વિદ્યાલયમાં આચાર્ય તરીકે શૈક્ષણિક અને વહીવટી સેવાઓ પણ આપી ચૂકયા છે.

તેઓ મહિલા સુરક્ષા સમિતિ (૨૦૦૬ થી ૨૦૦૯) અને પોલીસ સલાહકાર સમિતિ તેમજ રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ (૨૦૧૫ થી ૨૦૧૮) તરીકે પણ સેવાઓ આપી ચૂકયા છે. સીમાબેન જોશીના જન્‍મદિને તેઓને મો.ન. ૯૭૨૭૯૬૭૩૯૮ શુભેચ્‍છાઓ વરસી રહી છે. 

 

(2:27 PM IST)