News of Thursday, 28th May 2026
રાજકોટ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ અને જાણીતા યુવા એડવોકેટ જયભારત ધામેચાનો આજે જન્મદિવસ

રાજકોટના રાજકીય, સામાજિક અને કાનૂની ક્ષેત્રે પોતાની એક અનોખી અને પ્રભાવશાળી ઓળખ ઊભી કરનાર રાજકોટ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ તેમજ યુવા ધારાશાષાી એડવોકેટ જયભારત ધામેચાનો આજે જન્મદિવસ છે. જયભારત ધામેચા રાજકોટના જાણીતા રીયલ એસ્ટેટ ડેવલોપર અને જે.આર. ગ્રુપ - રાજકોટના ચેરમેન રમેશભાઈ ધામેચાના પુત્ર છે તેમણે ખૂબ જ નાની ઉંમરે જાહેર જીવનમાં અને સમાજમાં પોતાની એક વિશેષ ઓળખ અને સ્થાન પ્રાપ્ત કર્યું છે તેઓએ બી.બી.એ., એલ.એલ.બી. તેમજ જયપુર નેશનલ યુનિવર્સિટીમાંથી એલ.એલ.એમ. (કોન્સ્ટિટયુશનલ લો) નો અભ્યાસ કર્યો છે. તેમજ વકીલાત ના ક્ષેત્રમાં દસ વર્ષથી કાર્યરત છે. એડવોકેટ જયભારત ધામેચા રેવન્યુ, સિવિલ તેમજ ક્રિમિનલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. વ્યવસાયિક ક્ષેત્રે તેઓ જે.આર. ગ્રુપ - રાજકોટમાં લીગલ કાઉન્સિલર તરીકેની મહત્વની જવાબદારીઓ કુશળતાપૂર્વક સંભાળી રહ્યા છે, જેની સાથે જ તેઓ રીયલ એસ્ટેટ એજન્ટસ્ એસોસિએશન ઓફ રાજકોટમાં પણ લીગલ વર્ક સંભાળીને સંસ્થાને મજબૂત કાનૂની પીઠબળ પૂરું પાડી રહ્યા છે. આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાઈને તેઓ સંગઠનમાં પણ એટલી જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં તેઓ રાજકોટ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે અને ભાજપના યુવા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે સતત કાર્યશીલ રહે છે.
માત્ર રાજકારણ કે વકીલાત જ નહીં, પરંતુ સામાજિક સેવા અને જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્રને વરેલા જયભારત ધામેચા અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ ખૂબ જ સક્રિયતાથી જોડાયેલા છે. તેઓ રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના સભ્ય પણ છે તેમજ રઘુવંશી જ્ઞાતિના ઉત્કર્ષ માટે હંમેશા તત્પર રહે છે. આ સાથે જ તેઓ અખિલ વિશ્વ ગૌ સુરક્ષા સેના તેમજ વિવિધ જીવ દયા સંસ્થાઓમાં કાનૂની સલાહકાર તરીકે તદ્દન નિઃશુલ્ક સેવાઓ આપીને અબોલ જીવો અને ગૌમાતાની રક્ષા માટે કાનૂની લડત આપી રહ્યા છે. આ ઉપરાંત, પૂજ્ય જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા જયભારત ધામેચા દ્વારા એક દાયકાથી નિયમિતપણે ‘જલારામ જયંતી'ના પવિત્ર અવસરે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ અને ભક્તો પ્રસાદનો લાભ લે છે.
આજે તેમના જન્મદિવસના વિશેષ અવસરે ભાજપના વરિષ્ઠ નેતાઓ, સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ, બિલ્ડરો, વેપારી અગ્રણીઓ, વકીલ મિત્રો તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા તેમને દીર્ઘાયુ અને વ્યાવસાયિક યશસ્વી જીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના મિત્ર-વર્તુળ તરફથી મો. ૯૦૩૩૭ ૧૧૧૧૮ તથા ૯૭૧૮૨ ૧૧૧૧૧ શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
