News of Monday, 1st June 2026
ધ્રોલના અકિલાના યુવા પત્રકાર સંજય ડાંગરનો આજે ૩૭મો જન્મદિવસઃ મિત્રો દ્વારા શુભેચ્છાઓ

ધ્રોલ તા.૯: ધ્રોલ પંથકના જાણીતા, ઉત્સાહી યુવા પત્રકાર અને સાંધ્ય દૈનિક ‘‘અકિલા''ના પ્રતિનિધિ સંજય ડાંગરનો આજે જન્મદિવસ છે. ધ્રોલ તાલુકાના મૂળ હમાપર ગામના વતની અને હાલ ધ્રોલ ખાતે સ્થાયી થયેલા સંજય ડાંગરે આજે પોતાના જીવનના સફળ ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
પત્રકારત્વ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસૂઝ, સચોટ લેખનશૈલી અને લોકપ્રશ્નોને સતત વાચા આપીને સંજય ડાંગરે સમગ્ર પંથકમાં એક નીડર અને લોકપ્રિય પત્રકાર તરીકેની મજબૂત છબી ઊભી કરી છે. પત્રકારત્વની સાથે-સાથે તેઓ ધ્રોલ પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકે પણ ખૂબ જ સફળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી રહ્યા છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ ધ્રોલ પત્રકાર એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો, વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ બહોળા મિત્રવર્તુળ દ્વારા તેમને ટેલિફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સંજય ડાંગર પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે, તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને તેઓ દીર્ઘાયુ જીવન જીવે તેવી મંગલ કામનાઓ સેવાઈ રહી છે. તેમના આજના વિશેષ દિવસે તોહીજનો, મિત્રો અને શુભચિંતકો તેમના મોબાઈલ નંબર ૭૫૬૭૯ ૭૦૬૭૯ પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.(
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
