<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

હાલતી ચાલતી સેવાકીય સંસ્‍થા સમાન કેશોદના ડો.તોહલ તન્નાનો આજે જન્‍મદિવસ

( સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧: એક હાલતી ચાલતી સેવાકીય અને સામાજિક સંસ્‍થા નો  પર્યાય એટલે કેશોદના ડૉ.તોહલ તન્ના. તબીબી સેવાની સાથે ભારત વિકાસ પરિષદ, શ્રી લોહાણા ક્રાંતિ સેનાના પ્રણેતા સહિત અનેક સામાજિક અને સેવાકીય સંગઠનોના પ્રખર કાર્યકર્તા,  માનવ સેવાને જીવન મંત્ર બનાવી, જરૂરત મંદ લોકોની સેવામાં હંમેશા તત્‍પર રહેતા, નિષ્ઠાવાન અને સેવાભાવી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા ડૉ.તોહલ ભાઈ ધીરજલાલ તન્નાનો આજે જન્‍મદિવસ છે.

વર્ષો સુધી તલાટી મંત્રીશ્રી તરીકે સનિષ્ઠ રીતે ફરજ બજાવનાર પિતા ધીરજલાલ ભાઈ તથા માતા શ્રીમતી વર્ષાબેનને ત્‍યાં ૧ જૂન ૧૯ ૭૫ ના રોજ પોરબંદર મુકામે જન્‍મેલા  તોહલભાઈ તન્ના માનવસેવાને જ પ્રભુ સેવા માની છેલ્લા અઢી દસકાથી તબીબી સેવાની સાથે અનેકવિધ સેવાકીય કાર્યો સદા તત્‍પર રહી સારી એવી લૉક ચાહના મેળવવી રહેલ છે. 

(12:32 PM IST)