<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

કષ્ટભંજનદેવ હનુમાન મંદિર સાળંગપુરધામના સ્વામીશ્રી હરીપ્રકાશદાસજીનો જન્મદિવસ

સાળગપુરધામ : જગ વિખ્યાત સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીના આજે ( ૫૩ માં જન્મદિવસ ) નિમિતે આજે દાદાના મંદિરમાં વિશેષ શણગાર દર્શન તથા મીઠાઈનો અનકોટ ધરાવવામાં આવેલ છે શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીને સંતો ભક્તજનો દ્વારા ખુબ શુભકામનાઓ સવારથી પાઠવી રહયા છે વડતાલ નિવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને સાળગપુરવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ સદાય તેમને સેવાનું બળ, સારૂ સ્વાસ્થય અને દીર્ધાયુ આપે એવી પ્રાર્થના સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ અનેક સત સેવાના ધર્મ કાર્યો માનવસેવાના કાર્યો થઈ રહયા છે અને દેસ વિદેશમાં તેમની શ્રી હનુમાન ચાલીસા કથા થઈ રહેલ છે
લાખો યુવાનોના પથપ્રદશક, જેમના શ્વાસે શ્વાસે હરી વસ્યા છે સંપ્રદાયની અણીશુદ્ધ પરંપરાને સાચવનારા, સાધુતાનુ મૂર્તીમંત સ્વરૂપ - જ્ઞાન વૈરાગ્ય સહિત ભકિતના સંવાદક જેમને હજારો લોકોને વ્યશન મુક્ત કર્યા છે અને એમના જીવનમાં સત ધર્મના અજવાળા પૂર્યા છે તેમનો મુખ્ય ધ્યેય સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માં જે કોઈ હરી ભક્ત આવે ઈ પ્રસાદ લઈને જાય આજે ( ૫૩ માં જન્મદિવસ ) પૂજ્ય શાસ્ત્રી સ્વામી અમેરિકા હોય સૌ સંતો ભક્તજનો પૂજય સ્વામીજીના આશીર્વાદ મેળવી જન્મદિવસની શુભકામના પાઠવેલ તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી પૂજારી સ્વામીશ્રી ડી કે સ્વામી સહિત સૌ સંતોએ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીના જન્મદિવસ નિમિતે શુભકામના પાઠવેલ છે

(2:01 PM IST)