News of Monday, 1st June 2026
ચોટીલા બી.એસ.એન.એલ. પૂર્વ અધિકારી એ.ડી. વાઘેલાનો આજે જન્મદિન

રાજકોટ, તા. ૧ : ભારત સંચાર નિગમ લી.ના એસ.સી.એસ.ટી. એમ્પ્લોયઝ વેલફેર એસો.ના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ અને ઓલ ઇન્ડિયા ભારત સંચાર નિગમ લી.ના સુરેન્દ્રનગર જીલ્લાના પૂર્વ સેક્રેટરી તેમજ સૌરાષ્ટ્ર દલિત જ્ઞાતિના અગ્રણી એવા એ.ડી. વાઘેલાનો આજે જન્મદિન છે. લખતર તાલુકાના લીલાપુરના વતની હાલ નિવૃત્ત અને ભાજપના કાર્યકર તરીકે કાર્યરત એ.ડી. વાઘેલા (મો. ૯૪ર૬૬૯૮૩૩૩)એ યશસ્વી જીવનના ૭રમા વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
