તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd June 2026
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૨ : રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત ડેપ્યુટી મેયર અને વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર શ્રીમતી દક્ષાબેન વસાણીનો આજે જન્મદિવસ હોય શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. તેઓ જન્મદિવસ પર વિવિધ સેવાકીય કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરશે.
શ્રીમતી દક્ષાબેન વસાણી રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે ૨૦૧૦ માં બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ ઉત્કળષ્ટ કામગીરી કરી હતી. શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકે તથા વોર્ડ નંબર નવના મહિલા મોરચાના પ્રમુખ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી ૨૦૨૧ માં તેવો વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર તરીકે જંગી બહુમતીથી ચૂંટાયા હતા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પણ જવાબદારી સંભાળી હતી.
૨૦૨૬ માં સતત બીજી ટર્મમાં વોર્ડ નંબર ૯ માં ભાજપની પેનલ સાથે ફરી વખત જંગી બહુમતીથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ગત તારીખ ૨૮ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૩૫ માં મેયર તરીકે તેમની નિયુક્તિ થઈ છે.
દક્ષાબેન વસાણી રાજકીય ક્ષેત્રની સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ મહિલા મંડળ, સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે તેમનો જન્મદિવસ હોય તેમનો મોબાઈલ નંબર ૯૪૨૬૮ ૧૭૯૨૫ ઉપર તમામ શ્રેણીના કાર્યકર્તાઓ મહિલા મોરચાના બહેનો અને તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
