<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

વિજયભાઇ કારીયાનો ૭પમા વર્ષમાં પ્રવેશ : અભિનંદન વર્ષા

સ્‍કૂલ-કોલેજકાળથી યુનિયન લીડર રહી લોકોના કામો કર્યા

રાજકોટ : શહેરના પ્રખ્‍યાત સમાજસેવી, ભાજપ અગ્રણી અને સંસ્‍કારિત સેવાકાર્ય માટે જાણીતા શ્રી વિજય કારિયા કાલે તા. ૪ જૂનના રોજ પોતાના જીવનના ૭૫માં વર્ષમાં  વર્ષમાં પ્રવેશ કરશે. શ્રી કારિયાની બાલ્‍યકાળથી સેવા યાત્રા સંઘના સ્‍વયંસેવક તરીકે શરૂ થઈ હતી અને ત્‍યારથી તેઓ સામાજિક, રાજકીય અને સાંસ્‍કળતિક ક્ષેત્રોમાં સતત સક્રિય રહ્યા છે. કોર્પોરેટ ક્ષેત્રમાં મેનેજમેન્‍ટમાં લાંબા સમય સુધી સેવા આપ્‍યા બાદ હાલ તેઓ પોતાની મેનેજમેન્‍ટ કંપની સફળતાપૂર્વક સંચાલિત કરી રહ્યા છે. સંગીત અને સંસ્‍કળતિ પ્રત્‍યેના તેમના લગાવને કારણે તેઓ રાજકોટ સિટી થિયેટર તેમજ વિવિધ મ્‍યુઝિકલ પ્રવળત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. ઉપરાંત સામાજિક અને ધાર્મિક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી તરીકે સેવા આપી રહ્યા છે.

શ્રી કારિયા હાલમાં રાજકોટ રતનપર મંદિરના કારોબારી સભ્‍ય તરીકે તેમજ ભાજપ રાજકોટ મહાનગરમાં સાંસ્‍કળતિક સેલના સહકન્‍વીનર તરીકે કાર્યરત છે. તાજેતરમાં સ્‍વ. રાજકપૂરની ૧૦૦ મી જન્‍મજયંતિ, તેમજ સ્‍વ. મોહમ્‍મદ રફીની ૧૦૦ મી જન્‍મજયંતિના કાર્યક્રમો ગુજરાત રાજ્‍ય યુવા સંસ્‍કળતિ અને ગુજરાત રાજ્‍ય સંગીત નાટય એકેડમીના સહયોગથી કરેલ. જેમાં સ્‍વ. મોહમ્‍મદ રફીના પુત્ર શાહિદ રફી ઉપસ્‍થિત રહેલ. તેમના જન્‍મદિન નિમિત્તે તેમના મો. ૯૮૭૯પપ૦૧૦પ  ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. 

(11:32 AM IST)