તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
જામનગર-હાપા માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર વિપુલ પટેલનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર , તા.૪: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર અને જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલના સુપુત્ર વિપુલ પટેલ નો આજે જન્મદિવસ છે. વિપુલ પટેલ અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પણ રહી ચૂકયા છે આ ઉપરાંત સહકારી આગેવાન તરીકે અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. પટેલ સમાજના યુવા આગેવાન વિપુલ પટેલ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં અલગ અલગ વિધાનસભાના પ્રભારી તરીકે તેમજ ભારતીય જનતા પાર્ટીની વિવિધ જવાબદારીઓ સુપેરે નિભાવી છે. તેઓનો આજે ૪-૬-૨૦૨૬ ના જન્મદિવસ છે ત્યારે તેમને મો. ૯૭૨૩૪૬૭૫૭૫ પર મિત્રો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
