<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ વાધેલાનો આજે જન્‍મદિવસ

 

(સંજય ડાંગર દ્વારા) તા.૬: ધ્રોલ નગરપાલિકાના લોકપ્રિય પ્રમુખ વિજયભાઈ (વિનુભાઈ) વાઘેલાનો આજે જન્‍મદિવસ છે. મળતાવડા સ્‍વભાવ ધરાવતા વિનુભાઈના જન્‍મદિવસને લઈને આજે ધ્રોલ પંથકના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ પ્રજાજનો, પક્ષના હોદ્દેદારો અને મિત્ર વર્તુળ દ્વારા તેમના પર શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે. વિનુભાઈ વાઘેલા ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર-૧ માંથી પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયા હતા. તેમની નિષ્ઠા અને કુશળ વહીવટી ક્ષમતાને ધ્‍યાને રાખીને પક્ષ દ્વારા તેમન ેપ્રમુખ પદની મહત્‍વની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રમુખ બન્‍યા બાદ તેમણે પક્ષના ‘વિકાસવાદ'ના મંત્રને સાર્થક કરતા ધ્રોલ શહેરમાં અનેકવિધ જનસુખાકારી અને વિકાસના કામો કર્યા છે, જેને કારણે તેઓ ટૂંક જ સમયમાં લોકોના લોકલાડીલા નેતા બની ઉભર્યા છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમના મિત્ર મંડળ અને તોહીજનો દ્વારા મો ૭૬૪૩૮ ૧૧૧૧૧ પર સવારથી જ સમર્થકો ફોન અને મેસેજ કરીને તેમને દીર્ઘાયુ અને સ્‍વસ્‍થ જીવનની મંગલકામનાઓ પાઠવી રહ્યા છે

(12:57 PM IST)