<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

વિધાનસભા ૭૦ના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી પિયુષ પટેલનો જન્‍મદિવસ

રાજકોટઃધ્રોલ તાલુકાના લતીપર નાના સગડીયા ગામના હાલ રાજકોટને પોતાની કર્મભૂમી બનાવનાર વોર્ડ નં. ૧૭ ના સક્રિય કોંગ્રેસ કાર્યકર પિયુષ પટેલનો આજે જન્‍મદિવસ છે. તેઓ શહેર કોંગ્રેસ સમિતીમાં શહેર પૂર્વ મંત્રી વિધાનસભા સીટના પુર્વ મહામંત્રી તરીકે સેવાઓ આપી ચૂકયા છે. સામાજિક સંસ્‍થાઓમાં તેઓ યોગદાન રહ્યું છે. યુવા પાટીદાર સમાજમાં  તેઓની કામગીરી નોંધાપાત્ર પરિણામો લાવી છે. ધ્રોલ તાલુકાના અણઉકેલ પ્રશ્‍નો અંગે પણ તેઓએ સફળ રજૂઆત કરેલ છે. આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના  મો. ૯૦૧૬૪ ૪૪૪૫૨  ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(2:35 PM IST)