<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ટંકારા રઘુવંશી સમાજના યુવા અગ્રણી-પાલિકા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટરના પ્રતિનિધિ ચિરાગભાઈ કટારિયાનો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૮ : ટંકારા રઘુવંશી સમાજના યુવા અગ્રણી તથા ટંકારા નગરપાલિકા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટરના પ્રતિનિધિ  ચિરાગભાઈ કટારિયાનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક આગેવાનો, મિત્રવર્તુળ અને શુભેચ્છકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચિરાગભાઈ કટારિયા ટંકારામાં યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને સામાજિક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહે છે. વોર્ડ નંબર 5ના કોર્પોરેટરના પ્રતિનિધિ તરીકે તેઓ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત રહે છે. રઘુવંશી સમાજના યુવા અગ્રણી તરીકે પણ તેમની કામગીરી સરાહનીય છે.

ટંકારા પંથકના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ ચિરાગભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.

 

(4:06 PM IST)