<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

એડવોકેટ ઝાકીર આઈ. આગરીયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૧૦: સૌરાષ્‍ટ્ર ના જાણીતા એડવોકેટ ઝાકીર આઈ. આગરીયાનો આજરોજ તારીખ ૧૦/૦૬/૨૦૨૬ ના રોજ જન્‍મ દિવસ છે. લોકોના પ્રશ્‍નોને વાચા આપી પ્રશ્‍નોનો ઊકેલ લાવી લોકોમાં સારી એવી છાપ ઉભી કરેલ છે. લોકોને પડતી સમસ્‍યાના નિરાકરણ લાવવા સરકારી કચેરીઓમાં તેમની રજૂઆત હોય છે. સાથે સાથે વકીલોને મદદરૂપ થવા તેમજ જરૂર પડયે સાથે રહી તેમના પ્રશ્‍નોનો ઉકેલ લાવે છે. ખરા અર્થમાં સાથી તરીકે ઓળખાય છે. રાજકોટ તેમજ સૌરાષ્‍ટ્રની અલગ અલગ અદાલતોમાં કાયદાની પ્રેક્‍ટિસ કરી અને લોક સેવા આપે છે. સોશિયલ મીડિયાના માધ્‍યમથી લોકોને કાયદા બાબતનું જરૂરી જ્ઞાન પુરૂ પાડે છે. જરૂરિયાતમંદ લોકોને વિના મુલ્‍યે જરૂરી કાનૂની સલાહ પુરી પાડે છે. નાના માણસને પણ તેમની પાસે યોગ્‍ય જવાબ મળે. નીડર, શાંત અને સરળ સ્‍વભાવથી લોકોના મન જીતી લીધા છે. વિવિધ સામાજિક સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. પોતાનુ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. મિત્રો માટે હંમેશા ખડે પગે રહેનાર તેમના સુખ દુઃખને પોતાના સમજી હર હંમેશ સાથે ઊભા હોય છે. સોશિયલ મિડિયા દ્વારા સગા, સંબંધી, મિત્રો અને વિવિધ સમાજના આગેવાનો અને લોકો તરફથી શુભેચ્‍છા મળી રહી છે. તેમજ ધારાશાષાી ઝાકીર આઈ.આગરીયાના મો.૭૦૯૬૬ ૪૪૦૪૪ / ૮૮૬૬૧ ૫૬૦૫૭ માં શુભેચ્‍છા મળી રહી છે.

(3:46 PM IST)