તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
મદદનીશ સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૧૦: ગુજરાત સરકાર દ્વારા નિમણૂંક પામેલા મદદનીશ સરકારી વકીલ તથા કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થયેલ નોટરી મુકેશ જી. પીપળીયા નો આજરોજ જન્મદિવસ છે. સને ૨૦૦૧ થી વકીલાતનો વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. રાજકોટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ૧૦ વર્ષથી ફરજ બજાવે છે અને તેઓએ અનેક ચકચારી કેસોમાં સજાઓ કરાવી અનેક જામીન અરજીઓ રદ કરાવેલ છે તેઓ રાજકોટ બાર એસોસિએશનમાં બે વખત કારોબારી સભ્ય પણ રહી ચૂકેલ છે. રાજકોટ મેડીએશન સેન્ટરમાં મીડિયેટર તરીકે ૧૬ વર્ષથી સેવા આપે છે. મળતાવડા સ્વભાવના કારણે તેઓ વકીલોમાં ભારે ચાહના ધરાવે છે. તેમના જન્મદિવસ નિમિત્તે સિનિયર જુનિયર વકીલો અને સગા સંબંધીઓ દ્વારા તેમના મો.૯૮૨૪૮ ૨૬૨૬૬ ઉપર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
