તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
મહાનગરપાલીકાના પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ઘેટીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : ભાજપના કાર્યકર અને કડવા પાટીદાર સમાજના આગેવાન અને ભાજપના પૂર્વ કોર્પોરેટર કાંતીભાઈ ધેટીયા નો આજે જન્મદિવસ છે. તા.૧૦/૦૬/૧૯૬૧ ના દિવસે ઉપલેટાના ધેટીયા(ખીરસરા) ખાતે જન્મેલા કાંતીભાઇ નાની વયે જ ભાજપના ભગવા રંગે રંગાઇને જાહેર જીવનમાં સક્રિય બન્યા છે. તેઓ મહાનગરપાલીકાના પૂર્વ શાસક પક્ષના નેતા, કોર્પોરેટર, ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન રહી ચુકયા છે. શ્રી ધેટીયા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ રાજકોટના પૂર્વ પ્રમુખ, કલબ યુ.વી. નવરાત્રી મહોત્સવના ટ્રસ્ટી, ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના સ્થાપક ટ્રસ્ટી, ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્ય છે. ગર્લ્સ હોસ્ટેલ (હોમ સ્ટે) ના મેનેજીંગ ડાયરેકટર તરીકેનું સ્થાન શોભાવી રહયા છે. (૯૦૯૯૦ ૧૧૦ર૦) જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
