તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
રાજકોટના મદદનીશ સરકારી વકીલ આબીદ શોસનનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૧૧: રાજકોટ શહેરના મદદનીશ સરકારી વકીલ આબિદ સોસનનો આજે જન્મદિવસ છે તેઓ સને ૨૦૧૭ ની સાલથી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે કાર્યરત છે અને તેઓની ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકેની નિમણૂક પણ થયેલી છે પોતાના કાર્યકર દરમિયાન અનેક કેસોમાં આરોપીને આજીવન કેદની સજા તેમજ છેલ્લા શ્વાસ સુધી જીવે ત્યાં સુધીની સજાઓ કરાવેલી છે તેઓએ અગાઉ ત્રણ દિવસમાં ત્રણ આજીવન કેદની સજા એટલે કે સજા કરાવવામાં હેટ્રિક નોંધાવેલી અને અનેક જામીન અરજી રદ કરાવેલી છે તેઓએ અગાઉ રાજકોટ મહાનગર બીજેપી લીગલ સેલમાં મહામંત્રી તરીકે પણ કામગીરી કરેલ છે તેઓના મોબાઇલ નંબર ૯૮૨૪૩૯૭૪૦૦ વકીલો તેમજ મિત્ર પરિવાર દ્વારા આજે તેમના જન્મદિવસે નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી રહેલ છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
