<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

યુવા લોયર્સ એશો.ના પ્રમુખ કિરીટ નકુમ નોટ્ટ આજે જન્‍મ દિવસ

રાજકોટ, તા.૧૨: તેજ, તાકાત અને તરવરાટનો સમન્‍વય એવા રાજકોટના યુવા એડવોકેટ કિરીટ નકુમનો આજે તા.૧૨ જુનના રોજ જન્‍મ દિવસ છે. સંસ્‍કારી અને સેવાભાવી કુટુંબમાંથી! આવતા અને નાનપણથીજ રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલા અને રાજકોટની અનેક સામાજીક, શૈક્ષણીક, ધાર્મીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. નીષ્ઠાવાન અને પ્રતીષ્ઠાવાન વ્‍યકિત તરીકે પોતાના મીલાનુસાર સ્‍વભાવના કારણે ખુબ જ લોકચાહના અને બહોળું મત્રવર્તુળ ધરાવે છે. અને વિધાર્થી સહાય માટે હંમેશા તત્‍પર રહે છે.

યુવા લોયર્સ એશોસીએશન, રાજકોટના પ્રમુખ કિરીટ નકુમ એડવોકેટ અને નોટરી (ભારત સરકાર) પોતાના મંગલમય જીવનમાં આનંદ-ઉમંગ-ઉત્‍સાહ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીટ્ટ રહયા છે ત્‍યારે વિશાળ મીત્ર વર્તુળ, સગા-તોહીજનો-વડીલો તરફથી મો.૯૮૨૪૮ ૮૯૯૩૯ પર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(3:45 PM IST)