<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

જસદણ એલઆઇસીના નિવૃત વિકાસ અધિકારી નીતિનભાઈ સોમૈયાનો જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧૩: લાઇફ ઇન્‍શ્‍યોરન્‍સ કોર્પોરેશન ઓફ ઇન્‍ડીયાની જસદણ સેટેલાઈટ બ્રાન્‍ચના વિકાસ અધિકારી રહી ચૂકેલા નીતિનભાઈ જે. સોમૈયાનો આજે જન્‍મદિવસ છે. આર્થિક અને કાયદાકીય બાબતોના તજજ્ઞ કહી શકાય તેવા તેમજ રાજકીય ગતિવિધિના અભ્‍યાસુ  ઉપરાંત સમાજ જીવનની સ્‍થિતિના જાણકાર,  શાંત, સરળ સ્‍વભાવના નિવૃત વિકાસ અધિકારી એન.જે. સોમૈયા તેમની નોકરીના કાર્યકાળ દરમિયાન તેમની નીચે અનેક એમડીઆરટી તેમજ કલબ મેમ્‍બર એજન્‍ટો બનાવી સફળ વિકાસ અધિકારી સાબિત થયા હતા. બહોળી સંખ્‍યામાં સારા એજન્‍ટોનું ગ્રુપ ભારતીય જીવન વીમા નિગમને આપીને તેઓ નિવૃત થયા  હતા. અંદાજે ૩૫ વર્ષ પહેલા જસદણ વિછીયા તાલુકાના ગામડે ગામડે સ્‍કૂટર ઉપર ફરીને વીમો એટલે શું તેનું જ્ઞાન નીતિનભાઈએ લોકોને આપ્‍યું હતું. ભૂતકાળમાં ગંભીર બીમારી બાદ લોકોને પ્રેરણા મળે તે રીતે સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત થઇને પુરા જુસ્‍સાથી ફરી એલઆઇસીમાં સક્રિય થયા હતા. જસદણ ખાતેથી નિવૃતિ બાદ રાજકોટ સ્‍થાઈ થઈને તેમના શોખ વાંચન, મનન, સંગીત, ગાયન જેવી પ્રવૃતિમાં વ્‍યસ્‍ત રહીને તેમના પોતાના માટે જીવન જીવી રહ્યા છે અને  નિવૃતિ બાદ જીવન કેમ જીવવું તેની નિવૃત લોકોને પ્રેરણા  પૂરી પાડે છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે એલઆઇસી રાજકોટ ડિવિઝન મેનેજર સહિતના ડિવિઝનનાં તમામ અધિકારીઓ, ગોંડલ શાખાના બ્રાન્‍ચ મેનેજર, જસદણ એસો.ના ઇન્‍ચાર્જ સહિતના લોકોએ તેમને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી છે. નોકરી દરમિયાન સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વિકાસ અધિકારીઓમાં મોટું નામ ધરાવતા સિનિયર વિકાસ અધિકારી નીતિનભાઈ સોમૈયાના આજે જન્‍મદિવસ નિમિત્તે તેમના મો. ૯૪૨૬૯૩૦૫૫૫ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છાનો વરસાદ થઈ રહ્યો છે. 

(11:16 AM IST)