હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 13th June 2026
ચુડાના અમિતભાઈનો જન્મદિન

જુનાગઢ, તા.૧૩: ભેસાણ તાલુકા માટે ૧૦૮ નું બિરુદ કહી શકાય એવા સેવાભાવિ વ્યક્તિ સાધુ સંતોના કળપા પાત્ર, મુક્તાનંદબાપુના સૂત્રને સાર્થક કરતા રખડતા પશુની સેવા, ગૌશાળામાં ગાયોની સેવા આપવી, બ્લડ કેમ્પ, જરૂરિયાત મંદ લોકો માટે રાશનકીટ વિતરણ કરવી, બીમાર દર્દી માટેના સાધનો વિકસાવી સમગ્ર ભેસાણ તાલુકામાં અને વિસાવદર તાલુકાના નજીકના ગ્રામ્ય વિસ્તારના દર્દી નારાયણ માટે મેડિકલ સાધનો નિસ્વાર્થ ભાવે આપવા, વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ કરવા અને ગરીબ દર્દીની યોગ્ય જગ્યાએ સારવાર કરાવવી બ્રહ્મ સમાજ માટે અડધી રાત્રનો હોંકારો લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર અમિતભાઈ ભાઈશંકરભાઈ વેગડા ચુડા વાળાને જન્મ દિવસની શુભકામના મળી છે. અમિતભાઈ વેગડાની સેવાની નોંધ લઇ નામી અનામી સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
