<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

યુવા મહિલા અગ્રણી અને ધારાશાષાી પ્રતિક્ષા પાઘડારનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા. ૧પ : તેજ, અને તરવરાટનો સમન્‍વય એવા રાજકોટના યુવા પ્રતિભાશાળી મહિલા એડવોકેટ પ્રતીક્ષા પાઘડાર નો આજે તા. ૧૫ જુનના રોજ જન્‍મ દિવસ છે. સંસ્‍કારી અને સેવાભાવી રાજકોટ  જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાજાળીયા ગામના  કુટુંબમાંથી આવતા અને નાનપણથી જ રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલા અને રાજકોટ ની અનેક સામાજીક, શૈક્ષણીક, ધાર્મીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. ખોડલધામ યુવા પાંખ ના કન્‍વીનર તરીકે પણ સેવા આપી રહેલ છે નીષ્ઠાવાન અને પ્રતીષ્ઠાવાન વ્‍યકિત તરીકે પોતાના મીલાનુસાર સ્‍વભાવના કારણે ખુબ જ લોકચાહના અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. અને સામાન્‍ય પ્રજાજનોની સહાય માટે હંમેશા તત્‍પર રહે છે.

તેઓ હાલમાં રાજકોટ મહાનગર યુવા ભાજપ સોશિયલ મીડિયા ઇન્‍ચાર્જ તરીકે પણ જવાબદારી નિભાવી રહેલ છે તેઓ પોતાના મંગલમય જીવનમાં આનંદ-ઉમંગ-ઉત્‍સાહ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે ત્‍યારે વિશાળ મીત્ર વર્તુળ, સગા-સ્‍નેહીજનો-વડીલો તરફથી તેમને જન્‍મ દિવસની મોબાઈલ નંબર ૭૦૧૬૫ ૯૪૬૦૮ પર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(11:08 AM IST)