તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
બ્રહ્મખીચડીના પ્રણેતા પ્રજાપતિ જગદીશ જેઠવાનો આજે જન્મદિવસ

રાજકોટઃ જીલ્લાના પાટણવાવમા જન્મેલા અને ખીચડી કિંગ તરીકે ઓળખાતા, વડોદરા ને પોતાની કર્મભુમી બનાવનાર જગદીશ જેઠવાનો આજે જન્મદિવસ છે. કોર્પોરેટ ની સારા પગારની નોકરી છોડી, પ્રાચીન ભારતની વીરાસત સમી ખીચડીને માર્કેટમા લાવી તેને પોતાનુ ફુડ સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે, તેની ખીચડીનો સ્વાદ ગુજરાતના મુખ્યમંત્રીથી લય અનેક સેલિબ્રિટીઝ લઇ ચુકયા છે અને વીદેશમાં પણ ખીચડીનો પ્રચાર કરી ચુકયા છે. પ્રાચીન ભારતની ફુડ શૈલી પર શોધ , શંસોધન કરવું તે તેનો શોખ નો વીષય છે, ભુતકાળમાં એમ. એસ યુનિવર્સિટીમાં ખીચડી પર રીસર્ચ કર્યું અને ૧૬ પોષક તત્વો મળ્યા હતા. હાલ માં વડોદરા માં તેમને ગુજરાત સરકાર સાથે મળીને કરેલો બાળકો પર પોષક ખીચડી ના પ્રયોગ ને બહુ સફળતા મળી છે. તેઓના જન્મદિને તોઓને અભિનંદન વર્ષા થઇ રહી છે. મો. ૯૦૨૩૩ ૧૬૨૯૩, ૯૦૯૯૯ ૧૮૨૭૦.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
