<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

જનસેવા,સાદગી,સંગઠન પ્રત્‍યેની અખંડ નિષ્ઠાના ત્રિવેણી સંગમ ભાજપના યુવા અગ્રણી શૈલેષ ડાંગરનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, રાજકોટ શહેર યુવા ભાજપ અગ્રણી શૈલેષ ડાંગરનો આજે જન્‍મદિવસ છે. શૈલેષ ડાંગર રાજકોટ શહેર ભાજપ અગ્રણી હરિભાઈ ડાંગર(બાપલીયા) તેમજ રાજકોટ મહાનગરપાલિકાના  વોર્ડ નં.૧૩ના પૂર્વ કોર્પોરેટર શ્રીમતી જયાબેન હરિભાઈ ડાંગરના સુપુત્ર છે. શૈલેષભાઈ ડાંગરે માતા-પિતાના આશીર્વાદ તથા તેમના દ્વારા લોકસેવા માટે કરવામાં આવતા કાર્યોમાંથી પ્રરણા લઈને માત્ર ૨૦ વર્ષની યુવા વયે જ રાજકોટની પ્રજાની સેવા કરવાનું નક્કી કરી, રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તા તરીકે ત્‍યારથી લઈ તેઓ આજદિન સુધી સક્રિય રહી લોક્‍સેવાની ફરજ બજાવી રહ્યા છે. જીવંત લોકસંપર્ક થી લઇ ચૂંટણીના કાર્યક્રમોનું આયોજન કરી અને સાથોસાથ જરૂરિયાત મંદોની સેવા કરવાની ટેવ ધરાવતા હોવાની સાથે સ્‍વભાવે સરળ અને સાલસ રહી જમીનથી જોડાયેલા વ્‍યક્‍તિની છાપ ધરાવે છે. રાજકીય ક્ષેત્રે સક્રિય રહી લોકસેવામાં રહેલા શૈલેષભાઈ ડાંગર સમાજનો વિકાસ થાય તેની નેમ લઈ સામાજિક ક્ષેત્રે પણ ટ્રસ્‍ટી-ધ્રોલ આહિર કન્‍યા છાત્રાલય, ટ્રસ્‍ટી-ગુણાતીત ગરબી મંડળ તથા પૂર્વ ઉપપ્રમુખ આહિર બોડિંગ રાજકોટ,પૂર્વ ટ્રસ્‍ટી-આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ રાજકોટ જેવી અનેક સંસ્‍થાઓના ટ્રસ્‍ટી તરીકે તેમજ શ્રી દેવાયતબાપા બોદર વીર સપૂત આહિર સમાજ રાજકોટના સભ્‍ય તરીકે પણ કાર્યરત છે. તેમના જન્‍મદિવસ નિમિતે પરીવારજનો, મિત્ર મંડળ સહિત વિવિધ રાજકીય તથા સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ રૂબરૂ તેમજ મો.નં.૯૯૭૪૩ ૪૩૬૪૩ પર જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્‍યા છે

(10:44 AM IST)