તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 19th June 2026
સાવરકુંડલા રાજકીય-સામાજિક અગ્રણી રામદેવસિંહ ગોહિલનો જન્મદિવસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૯: શહેર અને સમગ્ર અમરેલીના રાજકીય અને સામાજિક અગ્રણી રામદેવસિંહ ગોહિલ નો આજે જન્મદિવસ છે. સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે સતત ૩ ટર્મ, અમરેલી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે ૨ ટર્મ, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરનાર રામદેવસિંહ ગોહિલ હાલમાં તેઓ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાવરકુંડલાના પ્રમુખ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા સાવરકુંડલાના પ્રમુખ, ભારતીય માનવ અધિકાર એસોસિએશન અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારીમાં કાર્યરત છે. સામાજિક અગ્રણી તરીકે લોકસેવા અને સમાજસેવા કર્તા, બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા રામદેવસિંહ ગોહિલ નો આજે જન્મદિવસ હોય તેમના શુભેચ્છકો, મિત્રો અને સામાજિક-રાજકીય અગ્રણીઓ તરફથી મો.નંબર (૯૪૨૬૨૭૬૫૪૨, ૯૬૬૨૫૨૨૫૪૨) શુભકામનાઓ આપવામાં આવી રહી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
