News of Saturday, 20th June 2026
બહારો ફુલ બરસાઓ.......... ડી.કે.સખિયા કા જન્મદિન આયા
રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પર શુભેચ્છા વર્ષા

રાજકોટ : અનુભવ, અવલોકન, આત્મવિશ્વાસ અને અભ્યાસમાં અદ્કેરા જાણીતા જનસેવક શ્રી ડી. કે. સખિયાએ આજે જાજરમાન જીવનના વધુ એક નૂતન વર્ષનું સ્વાગત કર્યુ છે. તેમનો જન્મ ૧૯પ૦ ના વર્ષની તા. ર૦ જુને થયેલ. આજે ૭૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.
પાણીદાર પાટીદાર શ્રી ડી. કે. સખિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. હાલ ખેતી બેંકની રાજકોટ તાલુકા શાખાના પ્રમુખ તરીકે અને પડધરી તાલુકાની ખીજડીયા સહકારી મંડળીના પ્રમુખ તરીકે કાર્યરત છે. જમીન, મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જાહેર જીવનમાં તેમનો પાયો મજબૂત અને પ્રતિષ્ઠાની ઇમારત ઉંચી છે. પ્રગતિશીલ ખેડૂત હોવાથી નિંદામણના નિષ્ણાંત છે. તેઓ સબંધને દિમાગથી નહિ, દિલથી સાચાવવામાં માને છે. ડી. કે. સક્રિય રાજકારણથી અલિપ્ત પણ રાજકીય પ્રવાહોથી વાકેફ છે. થોડા સા રૂક જાતા હું અબ મેં, ઇસલીએ દૂર નિકલના છોડ દિયા હૈ, ઐસા ભી નહિ હૈ કી મૈને અબ ચલના હી છોડ દિયા હૈ... મો. ૯૮રપર ૧૯૦૧૧ રાજકોટ
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
