તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 22nd June 2026
ભાજપ અગ્રણી ડો.ભરતભાઈ બોઘરાના આજે જન્મદિન

(હિતેશ ગોસાઈ દ્વારા)ે જસદણ, તા. રર : જસદણના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ભાજપના અગ્રણી ડો. ભરતભાઈ બોઘરાનો આજે સોમવારે જન્મદિન હોય તે અનુસંધાને વહેલી સવારથી જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો જોડાય અનેકવિધ સેવાકાર્યો કરી રહ્યા છે આ અંગે જીતેન્દ્રભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે ડો. ભરતભાઈ બોઘરા જસદણ વીંછિયા પંથકનું નહી પણ એક ખરા અર્થમાં સમગ્ર ગુજરાતનું ઘરેણું છે, આ બન્ને તાલુકામાં અબજો રૂપિયાના વિકાસના કામો કરનારા ડો. ભરતભાઈના જન્મદિન નિમિતે અનેક સેવાકીય પ્રવળતિઓની હારમાળા સર્જાય છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
