તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
જાહેર જીવનના ગૌરવ શિખર ભરત પંડયા ષષ્ટિપૂર્તિના પંથે
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનમાં વર્ષોથી ગૌરવભેર ચમકી રહેલા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ પ્રવકતા શ્રી ભરત પંડયા આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૬૦માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે.
તા. ૨૩ જુન ૧૯૬૭ના રોજ જન્મેલા શ્રી ભરત પંડયા ગુજરાતના જાહેર જીવનના ગૌરવ શિખર છે. યુવા કાળમાં એક દાયકા સુધી ભાજપના પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે સેવા આપેલ રાજપા સરકારના તત્કાલીન મુખ્યમંત્રીને હરાવીને ધંધુકા મતક્ષેત્રમાંથી જાયન્ટ કીલર ધારાસભ્ય બન્યા હતાં. પાર્ટીના પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. ભાગ્યશાળી નેતા અને પ્રભાવશાળી વકતા છે. સંદર્ભે આંકડાઓ, અવતરણો, પ્રસંગો વગેરેને આવરી લઈને પોતાની દલીલને ચોટદાર બનાવી શકે છે. અભ્યાસ અનુભવ અને અવલોકનનો સંગમ તેમનામાં જોવા મળે છે. મો. ૯૮૨૫૦ ૧૦૩૨૯ અમદાવાદ
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
