<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

વિશ્‍વ હિન્‍દુ પરીષદના પૂર્વ મહામંત્રી ચમનભાઇ સિંધવનો જન્‍મદિન

 

રાજકોટઃ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક-સંઘ સ્‍વયંસેવક,પૂર્વ મહામંત્રી-વિશ્વ હિન્‍દુ પરિષદ-સૌરાષ્‍ટ્ર, ભારતીય જનતા પાર્ટી - પ્રભારી- બક્ષીપંચ મોરચા- સુરેન્‍દ્રનગર જિલ્લા શ્રી ચમનભાઈ સિંધવનો  આજે જન્‍મદિવસ છે.  ઝોન ઇન્‍ચાર્જ ઓબીસી મોરચા -સૌરાષ્‍ટ્ર ઝોન પ્રસ્‍થાનિક રાજ્‍ય ઇલેક્‍શન - ૨૦૨૬ના જવાબદારી સંભાળેલ.  તેઓનું મુળવતન સુરેન્‍દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકાનાં ગવાણા ગામનાં વતની છે. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં બાલ્‍યકાળથી સ્‍વયંસેવક વર્ષોથી વિશ્વ હિન્‍દુ પરિષદ - મહાનગર - વિભાગ- પ્રાંતની વિવિધ જવાબદારીઓ સંભાળેલ, રાજકોટમાં નિકળતી જન્‍માષ્ટમીની ધર્મ યાત્રાને રાજકોટ થી ગુજરાત - દેશવિદેશમાં પ્રસ્‍થાપિત કરવામાં તેમનું મહત્‍વનું યોગદાન રહેલ સાથો સાથ ર૧ વર્ષથી સંપૂર્ણ યાત્રાની જવાબદારી તેમજ હનુમાન જયંતિયાત્રા-જલારામ જયંતિ યાત્રા-રામનવમી યાત્રા-વેલનાથ યાત્રા વિશ્વ મંગલ ગૌ ગ્રામ યાત્રા-ગૌ યાત્રાની યાત્રા વિવિધ યાત્રાની સફળતાપૂર્વક જવાબદારીઓ સંભાળેલ છેલ્લા ૧૪ વર્ષથી જગન્નાથજી રથયાત્રાનું આયોજન સંભાળેલ. વી.વી.પી એન્‍જિનિયરિંગ કોલેજમાં તેઓ  કાર્યરત હતા.  આ સિવાય નાગરીક બેંકની સમિતિમાં પણ તેઓ કમિટિ મેમ્‍બર તરીકે કાર્યરત છે.  તેમને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ઉપર ભારોભાર શ્રધ્‍ધા છે.     મો. ૯૪૨૮૨ ૦૦૧૦૯.

(2:10 PM IST)