<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

રાજકોટના કલાકાર અને સિંગર સંજય રાવલનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ સંજય રાવલે ૧૯૯૦ થી રાજકોટના લોકમેળામાં ડાન્‍સર થી પોતાના કેરિયરની શરૂઆત કરી, ૨૦૦૦ થી સંગીતની સફર શરૂ કરી હતી અને ત્‍યારબાદ ૨૦૦૮ થી અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્‍યુ જેમાં અનેક શેરી નાટકો, શોર્ટ ફિલ્‍મો, આલ્‍બમ ગીતો, થિયેટરો અને એક આવનારી ગુજરાતી ફિલ્‍મ ‘‘ લોહિ ભિની ચોપાટ''માં એક વિલનની ભુમીકા સહિત અત્‍યાર સુધીમાં ૫૦ ઉપર અલગ-અલગ પાત્રના કિરદારો નિભાવી ચુકયા છે. હાલ અત્‍યારે શ્રીનાથજીની ઝાંખીના ૮૦૦ થી વધુ સત્‍સંગમાં પણ પોતાના અભિનયથી વૈષ્‍ણવોને મંત્રમુગ્‍ધ કરે છે સાથે-સાથે અત્‍યાર સુધીમાં  ૫૩ વખત રક્‍તદાન કરી ચુકયા છે. આજે એમના જન્‍મદિવસની શુભ શરૂઆત ૫૪ મી વખત રક્‍તદાન કરીને કરશે. તેમના જન્‍મદિવસે તેમના મો. નં. ૯૮૨૪૨૪૬૩૮૫ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(1:39 PM IST)