News of Thursday, 25th June 2026
બ્રહ્મ સેના સ્થાપક અધ્યક્ષ જગદીશભાઇના માતુશ્રી રસીલાબેન રાવલનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૫ : બ્રહ્મ સેનાના સ્થાપક અધ્યક્ષ જગદીશ રાવલના માતુશ્રી રસીલાબેન રાવલનો આજે જન્મ દિવસ છે. રસીલાબેનનું મૂળ વતન ખંભાળીયા નજીક માળી ગામ છે. ત્યાં હિરાલાલ તથા હિરાબેનને ત્યાં તેમનો જન્મ થયેલો. નાનપણથી સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. મહિલા પાંખ ધૂન મંડળ કિર્તન દ્વારા ગૌશાળાઓ અને મંદિર દેવાલયોના વિકાસ તથા લોકહિતના કામોમાં મદદરૂપ બનતા રહે છે. આજે નિર્જળા એકાદશીના તેમનો જન્મ દિવસ ધાર્મિક કાર્યો સાથે ઉજવાયો હતો. (
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
