હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટના સરકારી વકીલ-નોટરી અનિલભાઇ ગોગીયાનો જન્મદિવસ

રાજકોટ, તા. ર૭: રાજકોટ ના સિનિયર અને પ્રતિષ્ઠિત એડવોકેટ-નોટરી અનિલ સંતોષકુમાર ગોગિયાનો આજે તા. ૨૭ જૂન, ૨૦૨૬ ના રોજ જન્મદિવસ છે. તેઓ શ્રમ કાયદાના ક્ષેત્રમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અગ્રણી અને અતિ પ્રતિષ્ઠિત કાનૂનવિદ્ તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ શ્રી સંતોષકુમાર ગોગિયાના સુપુત્ર છે. સ્વ. શ્રી સંતોષકુમાર ગોગિયાએ શ્રમ કાયદાના ક્ષેત્રમાં અનેક દાયકાઓ સુધી નોંધપાત્ર યોગદાન આપી અસંખ્ય મહત્વપૂર્ણ કેસોમાં સફળતાપૂર્વક પક્ષકારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની કાનૂની પ્રતિભા, નિષ્ઠા અને પ્રામાણિકતાની પરંપરાને શ્રી અનિલ ગોગિયા સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
શ્રી અનિલ ગોગિયા છેલ્લા અંદાજે ૨૬ વર્ષથી કાનૂની ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્યરત છે. તેઓ ખાસ કરીને શ્રમ કાયદા (લેબર-લો), ઔદ્યોગિક વિવાદો, સેવા સંબંધિત બાબતો, દીવાની કાયદા તથા વિવિધ વાણિજ્યિક કાનૂની વિવાદોમાં વિશેષ નિપુણતા ધરાવે છે. તેમની કાનૂની સૂઝ, તર્કસંગત દલીલો અને અસરકારક રજૂઆતને કારણે તેઓ કાનૂની ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ, સરકારી તથા અર્ધસરકારી સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના સાહસો તેમજ ઔદ્યોગિક એકમોના કાનૂની સલાહકાર અને પેનલ એડવોકેટ તરીકે લાંબા સમયથી સફળતાપૂર્વક સેવાઓ આપી રહ્યા છે.
છેલ્લા આશરે નવ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા તેમની નિમણુંક થતા સરકાર વતી અનેક મહત્વપૂર્ણ અને અસરકારક રજૂઆત કરી નોંધપાત્ર જામિન અર્જિઓ રદ કરાવેલ છે. ઉપરાંત, મદદનીશ સરકારી વકીલ તરીકે તેમણે રાજકોટની શ્રમ અને ઔદ્યોગિક અદાલતોમાં ૫૦૦ થી વધુ કેસોમાં સરકાર પક્ષે સફળતાપૂર્વક દલીલો રજૂ કરી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પ્રાપ્ત કરવામાં યોગદાન આપ્યું છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે કાનૂની ક્ષેત્રના આગેવાનો, ન્યાયિક અધિકારીઓ, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, સહકર્મી વકીલો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, મિત્રો તથા શુભેચ્છકોએ તેમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને વધુ ને વધુ વ્યાવસાયિક સફળતા માટે મો. નં. ૯૮૨૫૭ ૭૬૬૭૭ પર જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
