<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ગીર સોમનાથના પૂર્વ પી.આઇ. એમ.એન. રાણાનો જન્‍મદિન

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા.૨૯:  રાજકોટ રૂરલ એ.સી.બી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ.એન.રાણા નો ૨૯ જૂને જન્‍મદિવસ  લીંબડી તાલુકાના ભોઈકા ગામે તારીખ ૨૯-૬- ૭૦ ના રોજ જન્‍મેલા તેઓએ બી.કોમ. સુધી અભ્‍યાસ કરી ૧૯૯૧ માં ગુજરાત પોલીસ દળમાં જોડાયા અને નખત્રાણા, રાજકોટ સીટી, એસ. ઓ.જી ઇન્‍ચાર્જ,નર્મદા એલ.સી.બી, રાજકોટ  રૂરલ શાપર-લોધીકા પોલીસ સ્‍ટેશન, જેતપુર, ઉપલેટા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર, કચ્‍છના અંજાર, રાપર,ગાંધીનગર કરાઈ એકેડમી,ગીર સોમનાથ જિલ્લાના એલ.સી.બી તથા ઉના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અને હાલ રાજકોટ છે રૂરલ એ.સી.બી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર. નવા બંદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં દરિયામાં રૂપિયા ૫૦ લાખની કિંમતનીદારૂ ભરેલી બોટ પકડી હતી. સારો સ્‍વભાવ અને ફરજક્ષેત્રમાં અનેકો ઈનામો, સન્‍માનો અને ઉપરી અધિકારીઓ સહિતના ૪૦૦ પ્રશંસા પાત્રો મેળવ્‍યા. નેશનલ સ્‍પોર્ટ્‍સ,બાસ્‍કેટબોલ,હેન્‍ડબોલ સહિત વિવિધ રમતોના તેઓ નેશનલ સ્‍પોટર્સ વિનર છે.  મો. નં. ૯૮૨૫૧ ૯૨૮૩૫ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(1:42 PM IST)