News of Monday, 29th June 2026
કાયદા ક્ષેત્રે દેશ-વિદેશમાં ડંકો વગાડનાર યુવા ધારાશાષાી તુષાર ગોકાણીનો જન્મદિવસ
અંડરવર્લ્ડ ડોન દાઉન ઇબ્રાહિમના ટાડા સહિતના અનેક ચકચારી કેસોમાં યુવાનવયે પ્રભાવશાળી ભૂમિકા ભજવી

રાજકોટ, તા. ર૯: રાજકોટના સુપ્રસિધ્ધ ધારાશાષાી તુષાર ગોકાણીનો આજે જન્મદિવસ છે. તા. ૨૯ જૂનના રોજ જન્મેલા તુષાર ગોકાણી વકીલાત ક્ષેત્રે અઢી દાયકા ઉપરાંતની ઝળહળતી કારર્કિદી સાથે સફળતમ જીવનયાત્રાના નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે.
ખૂબ જ યુવાન વયે વકીલાતની કારર્કિદીમાં તેમણે અનેક ફોજદારી કેસોમાં સીમાચિહનરૂપ ચુકાદાઓ મેળવ્યા છે અને તેની નોંધ ફકત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમા લેવામાં આવી છે. હોંશપૂર્વકના હોમવર્ક અને જોશીલી જબાન સાથે કોર્ટમાં તેમના દ્વારા કરાતી તર્કબધ્ધ દલીલોએ અનેકને ન્યાય અપાવ્યો છે. માત્ર સ્થાનિક કોર્ટ જ નહીં, પરંતુ ગુજરાત સહિત દેશના અન્ય રાજયોની હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટ સુધી લડત આપીને તેમણે અનેક કેસોમાં મહત્વપૂર્ણ ચુકાદા મેળવી અસીલો તથા સીનીયર વકીલોની દાદ મેળવી છે.
તેઓ વિશ્વભરમાં જાણીતી એમેઝોન, ડેલ, એમવે, મોન્ટ બ્લેન્ક સહિતની નાંમાકિત મલ્ટીનેશનલ કંપનીઓના વકીલ તરીકે સેવા આપેલ છે. એડવોકેટ તુષાર ગોકાણી તેમના સીનીયર સ્વ. અભયભાઈ ભારદ્વાજને તેમના વ્યવસાયિક ગુરૂ માને છે અને પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાના માતા-પિતા તથા ગુરૂને આપે છે. આંટીઘુંટીવાળા કેસો તથા કાયદાનું અર્થઘટન કરવામાં એડવોકેટ તુષાર ગોકાણીનું પ્રભુત્વ કાબીલેદાદ છે આ કારણે જ ગુજરાત સરકારે ગુજસીટોક જેવા ગંભીર કાયદામાં તેઓને સૌરાષ્ટ્રભરના ખાસ વકીલ તરીકે નીમેલા છે.
સૌરાષ્ટ્રની ઓળખ સમાન ગીરના સિંહને મધ્યપ્રદેશમાં સ્થળાંતરીત થતા અટકાવવા માટે તુષાર ગોકાણીએ સુપ્રિમ કોર્ટમાં કરેલી પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન હોય કે સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે સફળતાપુર્વક જામજોધપુર કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ તથા અન્ય પોલીસ અધીકારીઓને કરાવેલ સજાનો કેસ હોય કે પછી હાલનો ગુજરાત સરકારનો નવો કાયદો ગુજસીટોકમાં સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકેની નીમણુક કરેલ હોય કે પછી તેઓ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિતનાઓ વિરૂધ્ધનો ‘ટાડા'નો બોમ્બ બ્લાસ્ટ કેસ, જયંતી ભાનુશાળી હત્યા કેસ, પ્રશાંત ભુષણ સામે હિન્દુઓની લાગણી દુભાવવાનો કેસમાં તથા ચકચારી ટી.આર.પી. કેસમાં સરકાર વતી ખાસ રજૂઆત કરવા સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે નીમાયેલ છે તેમજ અસંખ્ય મલ્ટીનેશનલ કંપનીઓમાં કાયદાકીય સલાહકાર તરીકે સેવા આપેલ છે. કોઈ આરોપીને કાયદાની આંટીધુંટી પાર કરી નિર્દોષ છોડાવવાનો કેસ હોય તમામ સંજોગોમા તેઓ ખુબ જ ખંતપુર્વક કેસો લડી અસીલોને તથા પ્રજાને ન્યાય અપાવેલ છે.
ખુબ જ બહોળુ મીત્રવર્તુળ ધરાવનાર શ્રી તુષાર ગોકાણી હાલ વિશ્વ લોહાણા મહાપરીષદ તથા રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી છે તેમજ અનેક ચર્ચાસ્પદ કેસોમાં હોંશપુર્વક તથા નૈતીકતાના ઉચ્ચ મુલ્યોને અનુસરી પોતાની વ્યવસાયીક કારર્કિદી આગળ ધપાવી અપાર લોકચાહના મેળવેલ છે. તાજેતરમાં જ કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમ સહીતનાઓ સામે ચાલતા આર.ડી.એસ. લેન્ડીંગ કેસમાં દાઉદ ઈબ્રાહીમના સાગરીતોને સજા કરાવતા કાયદાકીય વર્તુળમાં ધુરંધર તરીકે લોકપ્રિય થયેલ છે.
જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેવી જન્મદિને મિત્રો, સગાતોહી દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
