<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી બિનેશભાઈ પટેલનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૨૯: સિનીયર એડવોકેટ બિનેશ એચ. પટેલનો આજે જન્‍મદિવસ છે. વતન વાંકાનેરની અમરસિંહજી હાઈસ્‍કુલમાં ધોરણ-૧૨ સુધીનો અભ્‍યાસ કર્યા બાદ રાજકોટમાં કાયદા તાાતક સુધીની ડીગ્રી મેળવીને સને-૧૯૮૬ થી વકીલાત શરૂ કરનાર બિનેશભાઈ સમાજ સેવાકાર્યોમાં પણ સક્રિય છે. બિનેશભાઈ પટેલ રોટરી કલબ, રાજકોટ ગ્રેટરમાં પોલીયો ચેરમેન તરીકે વર્ષો સુધી સેવા આપી ચુકયા છે. તેમની પુત્રી ડો.નિધિ ડેન્‍ટીસ્‍ટ તબીબી તરીકે  પેકટીસ કરે છે. પુત્ર હર્ષ ગુડગાંવ, વિનફાસ્‍ટ, વિએટનામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમના મોટાભાઈ સી.એચ. પટેલ, ભાઈ હરેશભાઈ અને રાજેશભાઈ પણ વકીલાત વ્‍યવસાયમાં છે. આજે બિનેશભાઈના જન્‍મ દિવસે મો.૯૪૨૭૩ ૫૫૯૨૪ પર શુભેચ્‍છા મળી રહી છે.

(4:00 PM IST)