<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

રાજકોટના યુવા એડવોકેટ વિવેક સાતાનો જન્‍મદિવસ

રાજકોટ, તા. ૩૦ : રાજકોટના યુવા અને તરવરીયા એડવોકેટ રાજકોટ બાર એસો.ના પૂર્વ કારોબારી સભ્‍ય, બ્રહ્મસમાજનાં સેવાભાવી કાર્યકર્તા વિવેક સાતાનો આજે ૩૭મો જન્‍મદિવસ છે. મૂળ જામખંભાળીયાના વિવેક સાતાએ વર્ષ-ર૦૧રમાં સનદ મેળવી રાજકોટના સીનીયર એડવોકેટ સી. હરેશ બી. પરસોડાના માર્ગદર્શન હેઠળ વકીલાતની શરૂઆત કરેલ. તેઓએ ડીસ્‍ટ્રીકટ કોર્ટ -રાજકોટ તેમજ ફેમીલી કોર્ટ-રાજકોટમાં લીગલ એડવોકેટ તરીકે ફરજ બજાવેલ છે. હાલ તેઓ છેલ્લા પ વર્ષથી સ્‍વતંત્ર પ્રેકટીસ કરી રહ્યા છે. કિમીનલ કેસો તેમજ ફેમીલીનાં કેસોમાં સારા ચુકાદાઓ મેળવી સીનીયર વકીલોની વાહ-વાહ મેળવેલ છે.

હાલ તેઓએ પતિએ કરેલ પત્‍નીના ખુનના કેસમાં મુળ ફરીયાદીના વકીલ તરીકે રોકાઇ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ મેળવી મરણ-જનાર તથા તેમના પરિવારને ન્‍યાય અપાવેલ. છે. વિવેક સાતાએ સેસન્‍સ કોર્ટમાંથી ૧૦૦૦ દિવસ જેલ કાપી ચુકેલા બળાત્‍કારનાં આરોપીને નિર્દોષ છોડાવી લેન્‍ડમાર્ક જજમેન્‍ટ મેળવેલ છે. એડવોકેટ વિવેક સાતા રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્‍ય તરીકે ફરજ બજાવી ચુક્‍યા છે. આજે યુવા એડવોકેટ વિવેક સાતાનાં જન્‍મદિવસ નિમિત્તે સીનીયર વકીલો, મિત્રો તથા પરિવારજનો  તેમને મો. નં. ૯૮રપ૯ ૧રર૦૦, ૯૭૧૪૩ ૧રર૦૦ ઉપર શુભેચ્‍છાઓ વરસાવી રહ્યા છે.

(11:15 AM IST)